પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી,ગાંધીનગર.
ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો
• સૌ પ્રથમ શિક્ષકશ્રીએ તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીનો નુમનો 100 KB માં તેમજ જે તે અગ્રતા બદલી માટેનો આધાર અગાઉથી 300 KB માં સ્કેન કરી મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સેવ કરવાનો રહેશે.ઓનલાઇન અરજી કરનાર શિક્ષકે પોતાની શાળાનો ડાયસકોડ, શાળાનું ડાયસ મુજબ નામ, પે સેન્ટર શાળાનો ડાયસકોડ, પે સેન્ટર શાળાના ડાયસ મુજબ નામ તેમજ SAS મુજબનો ૧૨ અંક નો શિક્ષક કોડ અગાઉથી નોંધી લેવાનો રહેશે.
• સી આર સી /બી આર સી કો. ઓર્ડીનેટરે ફોર્મ ભરતી વખતે સી આર સી કો. ઓર્ડીનેટરે શિક્ષક કોડમાં પોતાની સી આર સી નો ૧૦ અંક નો ડાયસ કોડ નાખવો જયારે બી આર સી કો. ઓર્ડીનેટરે શિક્ષક કોડમાં પોતાના બી આર સી નો ૬ અંક નો ડાયસ કોડ નાખવો
• ઓનલાઇન પોર્ટલના હોમ પેઈજ પર જે તે જીલ્લાના તાલુકા મુજબ શાળા વઈઝ કેટલી ખાલી જગ્યાઓ છે તેની યાદી મુકવામાં આવેલ છે જે જોઇને શાળા પસંદગી માટે ઓનલાઈન ફોર્મ ભરવું આ ઉપરાંત તમારા જિલ્લામાં વિભાગવાર અને વિષયવાર બતાવેલી ખાલી જગ્યાઓની અગાઉથી પ્રીન્ટ મેળવી લેવી કે લખી લેવીતથા ખાલી જગ્યા મુજબની જે શાળામાં બદલીની માંગણી કરવાના હોય તે શાળા અને તેના પે.સે.નું નામ અને ડાયસકોડ મેળવી લેવાનો રહેશે.તેમાંથી તમારી પસંદગીની શાળાઓને અગાઉથી પસંદ કરી અગ્રતા ક્રમમાં ગોઠવી દેવી.ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતાં સમયે સૌ પ્રથમ તમારા ઇ-મેઇલ આઇ.ડી. અને મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેના માટે ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર નીચે દર્શાવેલ બટન પર કલીક કરવાનું રહેશે.
Click Here For New Candidate Registration
ત્યારબાદ રજીસ્ટ્રેશન માટે અરજદારે પોતાનું આખું નામ લખવાનું રહેશે. ઇ-મેલ આઇ.ડી. (Email) અને મોબાઇલ નંબર લખવાનો રહેશે. જિલ્લો અથવા નગર શિક્ષણ સમિતિ પસંદ કરવાની રહેશે. તમને યાદ રહે તેવો પાસવર્ડ લખવાનો રહેશે. પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે અને કેપ્ચા (Captcha) કોડ લખવાનો રહેશે. રજીસ્ટર બટન પર કલીક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. Registration કરતી વખતે જે તમે ઇમેઇલ એડ્રેસ Type કરશો એ લોગીન માં Use કરવાનું રહેશે.
રજીસ્ટર બટન પર કલીક કરતાં તમારા મોબાઇલમાં ૬ અંકનો ઓ ટી પી (OTP) આવશે. સાચો ઓ ટી પી એન્ટર કરી સબમીટ બટન પર કલીક કરતાં તમારું રજીસ્ટ્રેશન થઇ જશે.
હવે અરજદારશ્રીએ હોમ પેજ પર Login With Your Credentials માં રજીસ્ટ્રેશન કરેલ ઇ-મેલ આઇ.ડી. અને પાસવર્ડથી લોગીન થવાનું રહેશે. કેપ્ચા કોડ એન્ટર કરી લોગીન બટન પર કલીક કરતાં લોગીન થઇ જશો.
• જો લોગીન ન થવાય તો હોમ પેજ પર સૌથી નીચે Forgot Password ? પર કલીક કરતાં તમારો મોબાઇલ નંબર લખતાં પાસર્વડ તમારા મોબાઇલમાં આવી જશે. લોગીન થતાંની સાથે જ તમારા નામ સાથેનું પેજ ખુલી જશે. જેમાં તમારું પૂરું નામ, મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇ.ડી. આવી જશે. બાકીની માહિતી તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે.
સૌ પ્રથમ શાળાનો પ્રકાર પસંદ કરવાનો રહેશ. જેમાં પ્રાથમિક શાળા કે ઉચ્ચતર પ્રાથમિક શાળા બતાવશે, તેમાંથી તમારો સાચો વિભાગ પસંદ કરવાનો રહેશે.
• ત્યારબાદ જો તમે પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં વિષયમાં ધો. ૧ થી ૫ પસંદ કરવાનું રહેશે અને જો તમે ઉચ્ચતર પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં વિષયનું નામ ભાષા કે ગણિત-વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન માંથી તમારો વિષય પસંદ કરવાનો રહેશે. જાતિ પુરૂષ કે સ્ત્રી પસંદ કરવાનું રહેશે.
શૈક્ષણિક લાયકાતમાં તમારી શૈક્ષણિક લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે.
* તાલીમી લાયકાતમાં તમારી તાલીમી લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે.
ત્યારબાદ તમારી જન્મ તારીખ પસંદ કરવાની રહેશે.
• માધ્યમ પસંદ કરવાનું રહેશે.
ત્યારબાદ હાલની શાળાનો સાચો ડાયસકોડ લખવાનો રહેશે અને શાળાનું નામ લખવાનું રહેશે.
તાલુકાનું નામ પસંદ કરવાનું રહેશે. ગામનું નામ લખવાનું રહેશે તેમજ પે સેન્ટર શાળાનો ડાયસકોડ અને નામ લખવાનું રહેશે.
ત્યારબાદ તમારે તમારી ખાતામાં દાખલ થયા તારીખ આધારો મુજબની લખવાની રહેશે અને હાલની શાળાની તારીખ પણ આધારો મુજબની લખવાની રહેશે. હાલની શાળાની તારીખમાં જો વધ બદલીથી આવ્યા હોય તો હાલની શાળાની તારીખ જ લખવાની રહેશે તથા ઉચ્ચ પ્રાથમિક શિક્ષક માટે વિકલ્પ લઇને પોતાની અથવા બીજી શાળામાં જગ્યા સ્વીકારી હોય તો તેવા શિક્ષકોની જે શાળામાંથી વિકલ્પ આપેલ છે તે શાળાની શાળા દાખલ તારીખ લખવાની રહેશે.
• ત્યારબાદ ભુતકાળમાં અગ્રતા બદલીનો લાભ લીધેલ છે તેમાં ભરતી સમયે સ્થળ પસંદગી કેમ્પમાં કે અગાઉ બદલી કેમ્પમાં લાભ લીધેલ હોય તો હા લખી બાજુમાં સ્થાનાંતરણના પ્રકારમાં સામાન્ય સિનીયોરીટી પસંદ કરવાનું રહેશે. જો ભુતકાળમાં અગ્રતા બદલીનો લાભ ના લીધેલ હોય તો બાજુમાં સ્થાનાંતરણના પ્રકારમાં વિધવા / અપંગ / દંપતિ / વાલ્મિકી / સામાન્ય સિનીયોરીટી તેમાંથી જે યોગ્ય હોય તે પસંદ કરવાનું રહેશે.
વિધવાના કિસ્સામાં પિયર કે સાસરીના ગામની શાળામાં ઉપલબ્ધ ખાલી જગ્યા હોય તો તે શાળાની જગ્યા પસંદ કરવાની રહેશે જો તે શાળામાં ઉપલબ્ધ ખાલી જગ્યા ના હોય તો તે શાળાના પગાર કેન્દ્રની શાળાઓની ઉપલબ્ધ ખાલી જગ્યા અને જો પગાર કેન્દ્રની શાળાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ના હોય તો તે શાળાના તાલુકાની શાળાઓની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પસંદ કરવાની રહેશે.
• દંપતિના કિસ્સામાં શિક્ષક દંપતિ / સરકારી દંપતિમાંથી જે હોય તે પસંદ કરવાનું રહેશે. સરકારી નોકરીના પ્રકારમાં પંચાયત, ભારત સરકારના ખાતા, ગુજરાત સરકારના ખાતા, ભારત સરકારના બોર્ડ/કોર્પોરેશન, ગુજરાત સરકારના બોર્ડ/કોર્પોરેશનશન કે અન્ય ગુજરાત સરકારના ખાતાઓ જે હોય તે પસંદ કરવાનું રહેશે.
ત્યારબાદ પતિ/પત્ની ફરજ બજાવતા હોય તે કચેરી/સંસ્થા/શાળાનું નામ લખવાનું રહેશે. તાલુકો પસંદ કરવાનો રહેશે.
• શિક્ષક પતિ કે પત્ની દંપતિ અગ્રતામાં લાભ લેવા માંગતા હોય તો સૌ પ્રથમ એક બીજાની શાળમાં ઉપલબ્ધ ખાલી જગ્યા' હોય તો તે પસંદ કરવાની રહેશે. જો તે શાળામાં ઉપલબ્ધ ખાલી જગ્યા ના હોય તો તે શાળાના પગાર કેન્દ્રની શાળાઓની ઉપલબ્ધ ખાલી જગ્યા અને જો પગાર કેન્દ્રની શાળાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ના હોય તો તે શાળાના તાલુકાની શાળાઓની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પસંદ કરવાની રહેશે.
• જો ઉપર મુજબ ખાલી જગ્યા ના હોય તો અને પતિ તથા પત્ની બંને જીલ્લાના અન્ય તાલુકાઓની બે કે તેથી વધુ ઉપલબ્ધ ખાલી જગ્યા વાળી શાળા પસંદ કરવા માંગતા હોય તેવા સમયે શિક્ષક દંપતિ બન્ને બદલી માટે અરજીની વિગતોમાં એપ્લિકેશન નંબર બંનેની અરજીમાં એક બીજાનો લખવાનો રહેશે તથા પગાર કેન્દ્ર ડાયરાકોડ લખવાનો રહેશે.
શિક્ષક પતિ - પત્ની દંપતિ અગ્રતામાં લાભ લેવા ના માંગતા હોય તો સામાન્ય સિનીયોરીટીના આધારે બદલીનો લાભ મેળવી શકશે.
ત્યારબાદ Upload Photograph/Signature વિભાગમાં નીચેની સુચનાઓ ધ્યાને લઇ તમારો તાજેતરનો સ્કેન પાસર્પોટ ફોટો અને સહી Drag and drop a file here or click કરી ફોટો કે સહી પસંદ કરી અપલોડ બટન પર કલીક કરી અપલોડ કરવાનો રહેશે, અપલોડ થતાં પ્રિવ્યુ ગ્રીન કલરનું બતાવશે.
1. Photo સ્કેન કરીને JPG/JPEG/PNG ફોરમેટ માં અપલોડ કરવો
2.Photo નું માપ ૫ સે.મી લંબાઈ અને ૩.૬ પહોળાઇ અને Signature નું માપ ૨.૫ સે.મી લંબાઈ અને ૭.૫ જોવાનું હોવું જોઈએ.
3. જો Photo અને Signature ની Size 100 KB થી વધી જાયતો Scanner ના DPI Resolution ના સેટિંગ
બદલી ને ફરીથી સ્કેન કરવું Signature માટે સફેદ કાગળ ઉપર કાળીબ્લ્યુ કલરમાં સહી કરીને તેને સ્કેન કરી ને JPG/JPEG/PNG ફોરમેટમાં અપલોડ કરો.
4. આ ઉપરાંત જો અગ્રતા આધારિત બદલી મેળવવાની થતી હોય તો વિધવા માટે પતિના મૃત્યુનો દાખલો અને સ્ટેમ્પ પેપર પર વિધવા હોવા અંગેનું સોગંધનામું, અપંગ માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, દંપતિ માટે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, વાલ્મિકી માટે વાલ્મિકી હોવા અંગેનું પ્રમાણપત્ર 300 KB માં અપલોડ કરવાનું રહેશે.
ત્યારબાદ
આથી હું બાહેંધરી આપું છું કે ફોર્મ માં મારી વિગત સાચી છે. જો ચકાસણી દરમ્યાન આ વિગતો ખોટી પુરવાર થશે તો ફોર્મ રદ ગણાશે તથા મને જે પસંદગીની શાળાનો બદલી હુકમ મળેલ હશે તે બદલી રદ ગણાશે તથા મારી સામે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે માન્ય રહેશે. તેની પર કલીક કરવાની રહેશે.
ત્યારબાદ સેવ અને નેકસ્ટ બટન પર કલીક કરતાં તમારી Teacher Details મેનુની માહિતી સેવ થઇ જશે.ત્યારબાદ School Priority મેનુ પર કલીક કરતાં ડાબી બાજુ School List(SchoolName - Taluka - PayCenter) માં તમારા વિભાગ / વિષય મુજબની ખાલી જગ્યાઓ બતાવશે, જેમાં શાળાનું નામ, તાલુકો અને પે સેન્ટર શાળાનું નામ બતાવશે, જેની પર કલીક કરતાં તે જમણી બાજુ Selected School List માં ઓટોમેટીક જતી રહેશે.
• Selected School List માં તમે શાળાઓના અગ્રતા ક્રમ બદલી શકશો. તમારી પસંદગી મુજબ શાળાઓને પહેલાં થી છેલ્લાં ક્રમમાં ગોઠવો.
ત્યારબાદ
ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું. તેની પર કલીક કરવાની રહેશે.
ત્યારબાદ સેવ સ્કુલ સિલેકશન પર કલીક કરતાં તમારી School Priority મેનુની માહિતી સેવ થઇ જશે.
ત્યારબાદ બાજુમાં Application Preview મેનુ પર કલીક કરતાં તમે કરેલી અરજીની તમામ વિગતો દર્શાવશે. જેની બરાબર ચકાસણી કરી લો કે તમામ વિગતો સાચી છે કે કેમ? જો ખોટી હોય કે સુધારવી હોય તો Final Submission પર કલીક કરવું નહીં અને આગળના જે તે મેનુમાં જઇ માહિતીમાં સુધારો કરવો.
જો કોઇ સુધારો ન હોય તો Final Submission બટન પર કલીક કરતાં તમારી અરજી કન્ફર્મ થઇ જશે, ત્યારબાદ અરજીમાં કોઇ સુધારો કરી શકાશે નહીં અને જમણી બાજુ ખુણામાં Application Print બટન પર કલીક કરતાં તમે અરજીની પ્રીન્ટ મેળવી શકશો.
અરજીની પ્રીન્ટ આઉટ લઇ તેની સાથે નીચે જણાવેલ આધારો જોડી તમારી અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ નિયત સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે.
૧. હાલની શાળાની શાળા દાખલ તારીખ તથા જન્મ તારીખ લખેલ શાળાના આચાર્યની સહી સિક્કા વાળો જાવક નંબર તથા તારીખ
દર્શાવેલ દાખલો.
૨.વહીવટી કારણોસર મોડા છુટા / હાજર થયેલ હોય અને બદલીમાં હુકમની તારીખની સિનીયોરીટીનો લાભ લેવા માંગતા હોય તો તેવાકિસ્સામાં સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધીકારીના સહી સિક્કા વાળો જાવક નંબર તથા તારીખ દર્શાવેલ દાખલો
૩. ઉચ્ચ પ્રાથમિકનો વિકલ્પ લઇ પોતાની કે અન્ય શાળામાં ગયા હોય અને મુળ શાળાની દાખલ તારીખનો લાભ લેવા માંગતા હોય તો જે શાળામાંથી વિકલ્પ લીધેલ હોય તે શાળાના મુખ્ય શિક્ષકના સહી સિક્કા વાળો જાવક નંબર તથા તારીખ દર્શાવેલ દાખલો અગ્રતાના કિસ્સામાં ઉપરના લાગુ પડતા દાખલા ઉપરાંત નીચેનામાંથી લાગુ પડતા આધારો અરજી સાથે જોડવાના રહેશે.
(૧) વિધવા
> પતિના અવસાનનું પ્રમાણપત્ર હાલ વિધવા હોવા બાબતે સ્ટેમ્પ પેપર પરનું સોગંધનામુ
> પિયર/સાસરી હોવ અંગેનું પ્રમાણ
(૨) દિવ્યાંગ
- ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યા;ગતા ધરાવતા હોવા બાબતનું સીવીલ સર્જનશ્રીનું પ્રમાણપત્ર
(૩) દંપતિ
- લગ્નનોંધણી રજીસ્ટ્રારશ્રીએ આપેલ લગ્નનોંધણી પ્રમાણપત્ર
જો શિક્ષક દંપતિ હોય તો તેમના પતિ/પત્ની હાલ જે શાળામાં ફરજ બજાવતા હોય તે શાળાના મુખ્યશિક્ષકનું પ્રમાણપત્ર તે - જો તે સરકારી દંપતિ હોય તો તેમના પતિ/પત્ની હાલ જે જગ્યા પર/કચેરીમાં ફરજ બજાવતા હોય તેના વડાએ આપેલ નોકરી બાબતનું તથા તેમની કચેરી કેન્દ્ર/રાજ્ય સરકાર કે તેના બોર્ડ/કોર્પોરેશન હેઠળ છે તે બાબતનું પ્રમાણપત્ર
(૪) વાલ્મીકી
- વાલ્મીકી જ્ઞાતિના હોવા બાબતનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર